*વલસાડ* જુઓ..વલસાડ જિલ્લાના બગવાડા ટોલ નાકા નજીક ખાનગી બસમાં લાગી આગ.. વલસાડ જિલ્લાના બગવાડા ટોલ નાકા નજીક બની ઘટના. ખાનગી લકઝરી બસ માં લાગી આગ.15 થી 20 જેટલા મુસાફરો ફસાયા હતા. જોકે તમામ ને ટોલ નાકા ના કર્મચારી અને ફાયર વિભાગ અને પોલીસ એ સહીસલામત બહાર કાઢ્યા. આગ લાગવાનું કારણ અકબંધ. આગ લાગતા મચી અફરાતફરી. બસ માં સવાર લોકો ના જીવ તાળવે ચોટયા હતા. ઘટના બાદ ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. બસ આખી સળગી ને ખાખ થઈ..બસ માં કાચ તોડી અને ઈમરજન્સી દરવાજા માંથી તેમજ આગળ થી મુસાફરો ને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા.ઘટના માં કોઈ જાનહાની થઈ નથી..